કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટનું કામ મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા, જાણો શું કહ્યું અમિત શાહે?
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટનું કામ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શાહે કાશ્મીરી પંડિતોને ઘાટીમાં પૂરતી સુરક્ષા વચ્ચે તબક્કાવાર પુર્નવાસનું આશ્વાસન આપ્યું છે.
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે કહ્યું કે કાશ્મીરી પંડિતોના પુનર્વસવાટનું કામ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે. શાહે કાશ્મીરી પંડિતોને ઘાટીમાં પૂરતી સુરક્ષા વચ્ચે તબક્કાવાર પુર્નવાસનું આશ્વાસન આપ્યું છે. કાશ્મીરી પંડિતોને 1989ના અંત અને 1990ની શરૂઆતમાં ઈસ્લામીક આતંકીઓ દ્વારા પોતાનું ઘર છોડીને ભાગવા પર મજબુર કરી દેવાયા હતાં. મંત્રીએ સાત સભ્યોવાળા કાશ્મીરી પંડિતોના પ્રતિનિધિમંડળને આ આશ્વાસન આપ્યું છે. આ પ્રતિનિધિમંડળ અમિત શાહને તેમના નિવાસસ્થાને લગભગ 12.30 વાગે એક કલાક માટે મળ્યા હતાં.
પ્રતિનિધિમંડળમાં ગ્લોબલ કાશ્મીરી પંડિત ડાયસ્પોરા (જીકેપીડી)ના આંતરરાષ્ટ્રીય સમન્વયક સુરિન્દર કૌલ સામેલ હતાં. આ ઉપરાંત જીકેપીડી ઈન્ડિયા સમન્વયક ઉત્પલ કૌલ, જીકેપીડી યુએસએથી અનિક કાચરુ, અખિલ ભારતીય કાશ્મીરી સમાજ (એઆઈકેએસ)ના અધ્યક્ષ તાજ ટીકુ, જમ્મુ અને કાશ્મીર વિચાર મંચ (જેકેવીએમ)ના અધ્યક્ષ દિલીપ મટ્ટુ અને એજેકેવીએમના સભ્ય સંજય ગંઝુ તથા પરીક્ષિત કૌલ સામેલ રહ્યાં હતાં.
ઉત્પલ કૌલે આઈએએનએસને જણાવ્યું કે મંત્રીએ સંબંધિત જિલ્લાઓમાં તમામ કાશ્મીર પંડિતોને ફરીથી વસાવવાનું વચન આપ્યું છે. તેમણે એવું પણ આશ્વાસન આપ્યું કે પુનર્વસવાટની પ્રક્રિયા ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તબક્કાવાર પૂરી કરવામાં આવશે.
કૌલે કહ્યું કે ગૃહમંત્રીએ પ્રતિનિધિમંડળને એવું પણ આશ્વાસન આપ્યું કે સરકારી નોકરીઓ માટે કાશ્મીરી પંડિતોની વય મર્યાદા 50 વર્ષ સુધી વધારવામાં આવશે અને સરકાર ઘાટીમાં તેમની પચાવી પાડવામાં આવેલી સંપત્તિઓને પાછી મેળવવામાં મદદ કરશે. કૌલે શાહના હવાલે કહ્યું કે ઘાટીમાં તમામ મંદિરોનો જીર્ણોદ્ધાર પણ કરાશે.
પ્રતિનિધિમંડળે કલમ 370 અને 35 એને નિષ્પ્રભાવી કરવા બદલ કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરવા એક સ્મરણ લેખ પણ સોંપ્યો. આ ઉપરાંત પ્રતિનિધિમંડળના સભ્યોએ કાશ્મીર ઘાટીમાં વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના પુર્નવાસના પોતાના વચન પર સતત ડગી રહેવા બદલ ગૃહમંત્રી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube